દેશમાં કોરોનાના કેસો અટકવાનું નામ લઇ રહ્યા નથી. સતત કોરોનાના કેસોની સંખ્યા 15 હજારને પાર થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજાર 935 નવા કેસ નોંધાયા છે જે ગઈકાલના આંકડા કરતા ઓછા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 51 લોકોના મોત નીપજ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા દિવસે 16 હજાર 69 દર્દીઓ પણ કોરોનાથી સાજા થયા છે. જ્યારે નવીનતમ આંકડાઓ પછી, હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 1 લાખ 44 હજાર 264 થઈ ગયા છે. જ્યારે દૈનિક પોઝિટીવીટી દરમાં પણ વધારો થયો છે. હવે આ દર 6.48 ટકા પર પહોંચી ગયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં કોરોનાથી 51 અને લોકોના મોત બાદ મૃતકની સંખ્યા વધીને 5,25,760 થઈ ગઈ છે. દેશમાં કોવિડ-19 ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 1,44,264 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.33 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યામાં 815 નો વધારો થયો છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.47 ટકા છે.

ઉલ્લેખનીય છે કે, 7 ઓગસ્ટ 2020 ના રોજ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020 ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020 ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020 ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020 ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020 ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020 ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર ચાલ્યા ગયા હતા. 19 ડિસેમ્બર 2020 ના રોજ, દેશમાં આ કેસ એક કરોડને પાર થઈ ગયા હતા.