છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,947 નવા કોરોના સંક્રમિત મળી આવ્યા છે. હવે સક્રિય કેસ ઘટીને 39,583 થઈ ગયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આવેલા ડેટા મુજબ, કોવિડ-19 ના કેસ એક દિવસમાં 3,947 વધીને 4,45,87,307 થઈ ગયા છે. તેવી જ રીતે, વધુ 18 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 5,28,629 પર પહોંચી ગયા છે. જેમાં ભૂતકાળમાં કેરળમાં નવ મૃત્યુનો સમાવેશ થાય છે.

દેશમાં સક્રિય કેસ કુલ સંક્રમિતોના 0.09 % છે. જ્યારે કોવિડમાંથી સાજા થવાનો દર વધીને 98.73 ટકા થઈ ગયો છે. દૈનિક ચેપ દર 1.23 ટકા છે, જ્યારે સાપ્તાહિક ચેપ દર 1.44 ટકા છે.

છેલ્લા 24 કલાકમાં, કોવિડના સક્રિય કેસોમાં 1,167 નો ઘટાડો થયો છે, જ્યારે રોગમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,40,19,095 થઈ ગઈ છે. મૃત્યુદર 1.19 ટકા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 218.52 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 94.84 કરોડે બે ડોઝ લીધા છે અને 21.19 કરોડે વધારાના સાવચેતીના ડોઝ લીધા છે.