દેશમાં છેલ્લા 24 કલાકમાં રવિવારે કોરોના વાયરસના 2,797 નવા દર્દીઓ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોવિડ-19ના નવા દર્દીઓની સંખ્યા વધીને 4,46,09,257 થઈ ગઈ છે, જ્યારે છેલ્લા 122 દિવસ બાદ સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 30 હજાર થી નીચે આવી ગઈ છે.

મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 24 લોકોના મોત થયા છે. જેમાં એકલા કેરળમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5,28,778 પર પહોંચી ગઈ છે. મંત્રાલયે કહ્યું છે કે, સક્રિય કેસોમાં કુલ ચેપના 0.08 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે દેશમાં કોવિડ-19માંથી સાજા થતા દર્દીઓનો દર વધીને 98.75 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકના સમયગાળામાં સક્રિય કોવિડ-19 કેસમાં 1,111 કેસમાં ઘટાડો થયો છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, દૈનિક હકારાત્મકતા દર 1.05 ટકા નોંધવામાં આવ્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે, સાપ્તાહિક હકારાત્મકતા દર 1.30 ટકા નોંધવામાં આવ્યો હતો. તેમાં કહ્યું હતું કે, આ રોગથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,40,51,228 થઈ ગઈ છે, જ્યારે કેસમાં મૃત્યુદર 1.19 ટકા નોંધાયો હતો. ભારતમાં 29,251 સક્રિય COVID-19 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.