દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં થયેલા વધારાએ ફરી એક વખત લોકોની ચિંતા વધારી દીધી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,506 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં લગભગ 25 ટકા વધુ છે. જ્યારે 30 દર્દીઓએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ગઈકાલના આંકડામાં 11,793 કેસ નોંધાયા હતા અને 27 દર્દીઓના મોત થયા હતા. જો કે, છેલ્લા 24 કલાકમાં 11,574 લોકોને રજા આપવામાં આવી છે. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 99,602 પર પહોંચી ગઈ છે જે ગઈકાલ કરતા 2902 વધુ છે. જ્યારે કોરાનાથી અત્યાર સુધીમાં કુલ 52,50,77 લોકોના મોત થયા છે.

દિલ્હીમાં કોરોનાના કેસોએ ફરી એકવાર ટેન્શન વધારી દીધું છે. છેલ્લા 24 કલાકમાં, અહીં 874 નવા દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે ચેપને કારણે ચાર લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે, અગાઉ મંગળવારે જાહેર કરાયેલા આંકડામાં 628 કેસ નોંધાયા હતા અને ત્રણ લોકોના મોત થયા હતા.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,482 કેસ નોંધાયા છે અને નવ લોકોના મોત થયા છે. જણાવી દઈએ કે ગઈકાલ કરતા આજે 1113 દર્દીઓ વધુ આવ્યા છે. બીજી તરફ મુંબઈની વાત કરીએ તો અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1290 કેસ નોંધાયા છે અને બે લોકોના મોત થયા છે.