કોરોનાનો પ્રકોપ હજુ પણ યથાવત, છેલ્લા 24 કલાકમાં 5221 નવા કેસ નોંધાયા, મૃત્યુઆંક 5.28 લાખને થયો પાર

દેશમાં કોરોનાવાયરસ કેસોની ગતિ ધીમી થઈ ગઈ છે. જો કે, હજુ પણ રોજના ધોરણે કેસ નોંધાઈ રહ્યા છે. તેમ છતાં છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 5 હજાર 221 નવા કેસ નોંધાયા છે, જે પછી સંક્રમિત કેસોની કુલ સંખ્યા વધીને 4 કરોડ 45 લાખ 50 થઈ ગઈ છે. જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા વધીને 47 હજાર 176 થઈ ગઈ છે.
કોરોનાના કેસમાં પહેલા કરતા ઘટાડો થયો હોય પરંતુ ખતરો હજુ પણ યથાવત છે. કોરોનાના બંને ડોઝ સહિત બુસ્ટર ડોઝ લેવા છતાં લોકો કોરોનાનો શિકાર બની રહ્યા છે. તેમ છતાં રસી આપવામાં આવી હોવાને કારણે, તેમના સ્વસ્થ થવાની સંભાવના ઘણી વધુ છે. રસીકરણ કરાયેલા લોકો એક અઠવાડિયામાં કોરોના સંક્રમણથી મુક્ત થઈ રહ્યા છે. કેસો ગંભીર બની રહ્યા છે જ્યાં લોકો પહેલેથી જ કોઈ અન્ય રોગની ઝપેટમાં છે.
દેશમાં કોરોના રસીકરણ અભિયાન હજુ પણ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 30 લાખ 76 હજાર 305 લોકોને કોરોનાની રસી મળી છે. ત્યાર બાદ રસીકરણ ની કુલ સંખ્યા 215 કરોડ 26 લાખ 13 હજાર 49 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુના આંકડા ની વાત કરીએ તો કોરોના ના પ્રારંભિક તબક્કા થી લઈને અત્યાર સુધી 5 લાખ 28 હજાર 165 લોકો કોરોનાની ઝપેટમાં આવી પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.