કોરોના મહામારીના આંકડાએ ફરી દેશની ચિંતા વધારી દીધી છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં 13,216 નવા કેસ નોંધાયા છે. આ સિવાય આ રોગચાળાને કારણે 23 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 8148 દર્દીઓ સાજા થયા બાદ દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 68,108 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં દેશમાં પોઝિટીવીટી રેટ 2.73% છે.

બીજી તરફ, જો રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર પ્રથમ સ્થાન પર છે, જ્યાં 4165 નવા કેસ સામે આવ્યા છે. ત્યાર બાદ કેરળમાં 3162, દિલ્હીમાં 1797, હરિયાણામાં 689 અને કર્ણાટકમાં 634 કેસ નોંધાયા છે. જેના કારણે રાષ્ટ્રીય સ્તરે આંકડો 13 હજારને વટાવી ગયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 5,19,903 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

દેશમાં સક્રિય કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થયો હોવા છતાં, રિકવરી રેટ હજુ પણ 98 ટકાથી ઉપર ચાલી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેમની ટીમો દેશમાં ઝડપી રસીકરણ અભિયાન ચલાવી રહી છે. જેના કારણે છેલ્લા 24 કલાકમાં લોકોને કોવિડ રસીના 14,99,824 ડોઝ આપવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં રસીકરણની સંખ્યા વધીને 1,96,00,42,768 થઈ ગયા છે.