દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. ગત દિવસની સરખામણીએ કોરોનાના આંકડામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજાર 159 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 28 દર્દીઓના મોત નીપજ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા બાદ હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 1 લાખ 15 હજાર 212 થઈ ગઈ છે. જ્યારે દૈનિક પોઝિટીવીટીદર વધીને 3.56 થઈ ગયો છે. જ્યારે આ દરમિયાન 15 હજાર 394 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. મંગળવારના આંકડાઓ પર નજર કરીએ, તો દેશમાં 13 હજાર 084 કેસ નોંધાયા હતા જે આજની સરખામણીમાં ઓછા છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન 24 લોકોના મોત થયા હતા.

કોરોના કેસના કુલ આંકડા પર નજર કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 35 લાખ 47 હજાર 809 લોકો આ રોગચાળાથી સંક્રમિત થયા છે જ્યારે 5 લાખ 25 હજાર 270 લોકોના મોત થયા છે. જો રિકવરીનાં આંકડાઓ પર નજર કરીએ તો આ આંકડો 4 કરોડ 29 લાખ 07 હજાર 327 પર પહોંચી ગયો છે. જ્યારે દેશમાં રસીકરણની પ્રક્રિયા પણ ઝડપથી ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 9 લાખ 95 હજાર 810 લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 198 કરોડ 20 લાખ 86 હજાર 763 રસીકરણ કરવામાં આવ્યું છે.