રવિવારે પાલઘરમાં એક માર્ગ અકસ્માતમાં ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીના મૃત્યુના કિસ્સામાં, લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે પોલીસને પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે. મર્સિડીઝે જણાવ્યું કે અકસ્માત પહેલા મિસ્ત્રીની કાર 100 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ રહી હતી. ડૉ. અનાહિતા પંડોલે ડિવાઈડરને અથડાતા 5 સેકન્ડે પહેલા બ્રેક લગાવી હતી.

બ્રેક માર્યા બાદ કારની સ્પીડ 89 કિ.મી. હતી. આ દરમિયાન કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. હોંગકોંગથી મર્સિડીઝ બેન્ઝ નિષ્ણાતોની ટીમ ભારત આવી રહી છે. 12 સપ્ટેમ્બરે આ ટીમ અકસ્માતનું કારણ જાણવા કારની તપાસ કરી શકે છે. કંપનીએ કારની ચિપને વિશ્લેષણ માટે જર્મની મોકલી છે. સાથે જ આરટીઓએ પણ તેનો રિપોર્ટ પાલઘર પોલીસને આપ્યો છે.

એસપી બાલાસાહેબ પાટીલે જણાવ્યું છે કે, અકસ્માત સમયે કારના ચાર એરબેગ ખુલ્યા હતા. જેમાં ડ્રાઈવર ડો. અનાહિતાને ત્રણ એરબેગ્સથી રક્ષણ મળ્યું હતું. સામેની બીજી સીટ પર બેઠેલા ડેરિયસની સામેની એરબેગ પણ ખુલી ગઈ હતા. ડૉક્ટર અને તેનો પતિ ડેરિયસ હોસ્પિટલમાં દાખલ છે. ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ વડા મિસ્ત્રી અને કારની પાછળની સીટ પર બેઠેલા જહાંગીર પંડોલેનું મૃત્યુ થયું હતું.

મર્સિડીઝ બેન્ઝે તેના નિવેદનમાં કહ્યું, ‘અમે ગ્રાહકોની ગોપનીયતાનું સન્માન કરીએ છીએ અને અમે અમારા તારણો ફક્ત અધિકારીઓ સાથે જ શેર કરીશું.’ કંપનીએ આગળ જણાવ્યું છે કે, , ‘જ્યાં સુધી શક્ય છે કે અમે તેમની સહયોગ આપી રહ્યા છીએ અને આગળ જરૂરિયાત મુજબ માહિતી અને સ્પષ્ટતા સીધા અધિકારીઓને મોકલવામાં આવશે.