દંગલ ગર્લ ગીતા ફોગાટે ખરીદ્યું મહિન્દ્રા સ્કોર્પિયો-એન, આનંદ મહિન્દ્રાએ કહી આ મોટી વાત

લાંબી રાહ જોયા બાદ આખરે મહિન્દ્રાએ નવરાત્રીના પહેલા દિવસે એટલે કે 26મી સપ્ટેમ્બરે મહિન્દ્રા સ્કોર્પિયો-એન, ‘બીગ ડેડી ઓફ એસયુવી’ની ડિલિવરી શરૂ કરી. ડિલિવરીના પહેલા જ દિવસે, ઓલિમ્પિક મેડલ વિજેતા ગીતા ફોગાટે મહિન્દ્રા સ્કોર્પિયો-એનનું તેના ઘરે સ્વાગત કર્યું. જ્યારે આનંદ મહિન્દ્રાને આ સમાચાર મળ્યા તો તેણે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી.
તેમણે મહિન્દ્રાના ચેરપર્સન આનંદ મહિન્દ્રાનો આવી ‘અતુલ્ય કાર’ બનાવવા બદલ આભાર માન્યો છે, જેના પર આનંદ મહિન્દ્રાએ પ્રતિક્રિયા આપી છે. એક ટ્વીટમાં પોતાની ખુશી વ્યક્ત કરતા ફોગાટે કહ્યું, “આવા સુંદર દિવસે કેટલી સુંદર સવાર છે..નવરાત્રીના પહેલા દિવસે અમારા નવા સભ્યનું અમારા ઘરમાં સ્વાગત છે (મહિન્દ્રા સ્કોર્પિયો-એન) @anandmahindra સર આવી શરૂઆત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. અવિશ્વસનીય કાર – ખૂબ આભાર. ઉત્તમ સેવા માટે પીપી ઓટોમોટિવ પ્રાઈવેટ લિમિટેડ કરનાલનો આભાર.
This is a bonus. What a privilege to have you, Geeta, as one of our first customers for the Scorpio-N. We’re basking in your Gold Medal Glory! And we hope our car proves to be as tough as you! @geeta_phogat https://t.co/4njzQuaTD2
— anand mahindra (@anandmahindra) September 26, 2022
આનંદ મહિન્દ્રાની પ્રતિક્રિયા
ગતિ ફોગાટના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા નંદ મહિન્દ્રાએ લખ્યું કે, આ એક બોનસ છે. ગીતા ફોગટ જેવી પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતી સ્કોર્પિયો-એન મેળવવા માટે આપણે ભાગ્યશાળી છીએ. હમ્મમ તમારા સુવર્ણ ચંદ્રકના ગૌરવનો આનંદ માણીએ છીએ અમને ખાતરી છે કે આ વાહન તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે.
Scorpio N વિશે
હાલમાં જ લૉન્ચ થયેલી Scorpio Nના ચાહકોની સંખ્યા દેશમાં ઝડપથી વધી રહી છે. આ વાહનની લોકપ્રિયતા એટલી છે કે બુકિંગ વિન્ડો ખુલ્યાની 30 મિનિટની અંદર આ વાહનને 1 લાખથી વધુ લોકોએ બુક કરાવ્યું હતું.