મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી ભાજપા સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ફરી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એક વ્યક્તિએ તેમને ફોન કરીને કહ્યું છે કે, હું ઈકબાલ કાસકરનો માણસ બોલી રહ્યો છું. તારી હત્યા થવાની છે એટલા માટે ફોન જણાવી દીધું. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

બીજેપી સાંસદે ભોપાલના ટીટી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તેને કોઈએ ફોન પર ધમકી આપી છે. ફોન કરનારે પોતાની ઓળખ દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરના માણસ તરીકે આપી હતી. એમ પણ જણાવ્યું હતું કે, ‘તમારી હત્યા થવાની છે એટલા માટે ફોન કરીને જણાવી દીધું. સાધ્વીની સાથે ઉભેલા લોકોએ આ વાતચીતનો વીડિયો પણ રેકોર્ડ કર્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

સાધ્વીએ નૂપુર શર્માના નિવેદનને સમર્થન આપ્યું હતું

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પયગંબર મોહમ્મદ પરના તેમના વાંધાજનક નિવેદન બદલ ભાજપ પ્રવક્તા નુપુર શર્માનો બચાવ કર્યો હતો. આ કેસમાં તેમણે કહ્યું હતું કે, ભારત હિન્દુઓનું છે. વિધર્મીઓ હંમેશા આવું કરે છે. હિંદુ દેવી-દેવતાઓ પર ફિલ્મ બનાવીને તેમનું દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે સનાતન જીવંત રહેશે અને તેને જીવંત રાખવાની જવાબદારી અમારી છે.