મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે દિલ્હીની જનતા માટે મોટી જાહેરાત કરી છે. દિલ્હી સરકાર નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરીથી તેની હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિકમાં 450 પ્રકારના ટેસ્ટ મફતમાં કરાવશે.

આરોગ્ય વિભાગની દરખાસ્તને મંજુરી મળી

દિલ્હી સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં દિલ્હી સરકાર દ્વારા મફત મેડિકલ ચેકઅપની સંખ્યા 212 છે. સરકારના સૂત્રોએ જણાવ્યું કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સમાં વધુ 238 ટેસ્ટ મફતમાં કરવા માટે આરોગ્ય વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે આ સુવિધા દિલ્હીના લોકોને મળશે.

આ સંદર્ભમાં, સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું, “કોઈની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, દરેકને સારી આરોગ્ય સેવાઓ અને શિક્ષણ આપવાનું અમારું મિશન છે. હેલ્થકેર પણ મોંઘી થઈ ગઈ છે. ઘણા લોકો ખાનગી હેલ્થકેર પરવડી શકતા નથી. આ આ પગલું આવા તમામ લોકોને મદદ કરશે.