ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપની સરકાર બન્યા બાદ અનેક જિલ્લાઓના નામ બદલવામાં આવ્યા હતા. હવે તાજમહેલનું નામ બદલીને તેજો મહાલય કરવાની માંગ ઉઠી છે. વિશ્વની સાત અજાયબીઓમાંના એક તાજમહેલનું નામ બદલવા માટે ભાજપના કાઉન્સિલર શોભારામ રાઠોડે બુધવારે મહાનગરપાલિકાની બેઠકમાં દરખાસ્ત બનાવીને રજૂ કરવાનું નક્કી કરેલ છે.

આ પ્રસ્તાવને ગૃહમાં વાંચવામાં આવશે અને તમામ પાસાઓ પર વિચાર કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ભાજપના કાઉન્સિલર શોભરાજ રાઠોડનું કહેવું છે કે, હવે તાજમહેલનું નામ બદલવાનો સમય આવી ગયો છે. સાથે જ શોભરાજના આ નિર્ણય પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. એવામાં હવે તાજમહેલને લઈને વિવાદ ઉભો થયો છે.

ક્યારેક તાજમહેલમાં પ્રવેશવાને લઈને વિવાદ થાય છે તો ક્યારેક તાજના નામને લઈને વિવાદ થાય છે. વિશ્વની સૌથી સુંદર ઈમારતોમાંથી એક એવા તાજમહેલનું નામ બદલવાની માંગ હવે મહાનગરપાલિકાના ઘરમાં પણ ગુંજશે. ભાજપના કાઉન્સિલર શોભારામ રાઠોડે બુધવારે મળનારી મહાનગરપાલિકાની બેઠકમાં દરખાસ્ત બનાવીને રજૂ કરવાનું નક્કી લીધું છે.

આગ્રાના તાજગંજ વિસ્તારના બીજેપી કાઉન્સિલર શોભારામ રાઠોડનું કહેવું છે કે, તેમની પાસે પુરાવા છે કે તાજમહેલમાં કમળનું કલશ છે અને આ વાત સાબિત કરે છે. આ અંગે પાલિકાના અધિકારીઓ મૌન છે, ગૃહમાં તૈયાર કરાયેલી દરખાસ્ત વાંચવામાં આવશે અને તમામ પાસાઓને ધ્યાનમાં લીધા બાદ આગળની કાર્યવાહી સંભવ રહેલી છે.