દેશમાં સતત બીજા દિવસે 21 હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ કેરળના વાયનાડ જિલ્લામાં આફ્રિકન સ્વાઈન ફીવરની ચિંતા વધી છે.

કેરળ પહેલાથી જ કોરોના કેસમાં ટોચ પર છે. તાજેતરમાં, રાજ્યમાં મંકીપોક્સનો પ્રથમ કેસ પણ નોંધાયો હતો. શુક્રવારે સવારે અપડેટ કરાયેલા ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા કેસ વધવાની સાથે મૃત્યુમાં પણ વધારો થયો છે અને 60 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 ના 21,880 નવા કેસ નોંધાયા છે, 21,219 લોકોને રજા આપવામાં આવી છે અને 60 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. આ અગાઉ ગુરુવારે દેશમાં 21,566 નવા કેસ જોવા મળ્યા હતા અને બુધવારે 20,557 નવા કેસ નોંધાયા હતા. દર્દીઓ મળી આવ્યા હતા. ગુરુવાર કરતાં શુક્રવારે 314 વધુ દર્દીઓ મળી આવ્યા છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસ : 4,38,47,065

સક્રિય કેસ : 1,49,482

કુલ રિકવરી : 4,31,71,653

કુલ મૃત્યુ : 5,25,930

કુલ રસીકરણ : 2,01,30,97,819

કેરળના વાયનાડ જિલ્લાના મનંથાવડી ખાતેના બે પશુપાલન કેન્દ્રોમાં આફ્રિકન સ્વાઈન ફીવર (ASF) ના કેસો નોંધાયા છે. ભોપાલ સ્થિત રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થાનમાં નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યા બાદ જિલ્લાના બે પશુપાલન કેન્દ્રોના ડુક્કરમાં આ રોગની પુષ્ટિ થઈ હતી. પશુપાલન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, એક કેન્દ્રમાં કેટલાય ભૂંડના મૃત્યુ પછી નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. અધિકારીએ કહ્યું છે કે, હવે તેમના પરિણામથી આ તાવની પુષ્ટિ થઈ છે. બીજા સેન્ટરમાં 300 ભૂંડને મારવાની સૂચના આપવામાં આવી છે. વિભાગે કહ્યું છે કે, રોગના ફેલાવાને રોકવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. આફ્રિકન સ્વાઈન ફીવર એ અત્યંત ચેપી અને જીવલેણ રોગ છે.