જમ્મુ-કાશ્મીરના કટરામાં આજે ફરી ધરતી ધ્રૂજી ગઈ છે. સવારે લગભગ 7.52 વાગ્યે અહીં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે જ સમયે અચાનક ધરતી ધ્રુજવાના કારણે લોકો ગભરાઈ ગયા હતા. અહીં, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર 3.5 ની તીવ્રતાનો ભૂકંપ માપવામાં આવ્યો છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કટરાથી 62 કિમી દૂર હતું. તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે. જ્યારે આજે આવેલા ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના અહેવાલ મળ્યા નથી.

26 ઓગસ્ટે કટરામાં રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સવારે 03.28 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી.આ પહેલા 25 ઓગસ્ટે કટરામાં એક કલાકના ગાળામાં રિક્ટર સ્કેલ પર 3.2 અને 4.1 ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા. રાત્રે 11.04 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ 33.20 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 75.56  ડિગ્રી પૂર્વ રેખાંશમાં 5 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. 23 ઓગસ્ટે કટરામાં છ કલાકથી ઓછા સમયમાં ચાર ભૂકંપ આવ્યા હતા.