જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ અટકવાનું નામ નથી લઈ રહી. આ વખતે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસના સબ ઈન્સ્પેક્ટર ફારુક અહમદ મીરને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેનો મૃતદેહ ઘર પાસેના ડાંગરના ખેતરમાંથી મળી આવ્યો હતો. આ ઘટના દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પમ્પોર વિસ્તારમાં બની હતી. સબ ઈન્સ્પેક્ટર ફારૂક અહેમદ મીર ગઈકાલે સાંજે ઘરેથી ખેતર જવા નીકળ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન આતંકીઓ તેનું અપહરણ કરીને નજીકના ખેતરમાં લઈ ગયા અને ગોળી મારીને હત્યા કરી દીધી. તેને પિસ્તોલથી ગોળી મારવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

અધિકારીઓનું કહેવું છે કે ફારુક અહેમદ મીર સીટીસી લેથપોરા ખાતે તૈનાત હતા. કાશ્મીર ઝોન પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફારુક અહેમદ મીર સાંજે પોતાના ખેતરમાં કામ માટે નીકળ્યા હતા. આ દરમિયાન આતંકવાદીઓએ તેમનું અપહરણ કર્યું અને પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરી દીધી. તેનો મૃતદેહ મીરના ઘર પાસે ડાંગરના ખેતરમાંથી મળી આવ્યો હતો. આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરમાં પોલીસકર્મીઓ પર નિશાન બનાવી હુમલા પણ કર્યા છે. આ હુમલાએ ફરી એકવાર ઘાટીમાં પોલીસકર્મીઓ, લઘુમતીઓ અને પરપ્રાંતિય મજૂરોની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.