મુંબઇ શહેરની એક હોસ્પિટલમાં આગની ઘટના બની હોવાનુ સામે આવી રહ્યુ છે. આ આગનાં કારણે બે લોકોનાં મોત નીપજ્યાં છે. ભાંડુપ ખાતે આવેલા ડ્રીમ મોલમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ મોલના ત્રીજા માળે સનરાઈઝ હોસ્પિટલ આવેલી હતી જેમાં 70થી પણ વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા અને મોટા ભાગના દર્દીઓ કોરોનાથી સંક્રમિત હતા. આ આગ મોડી રાત્રે 11.30 વાગ્યે આ આગ લાગી હતી.

જણાવી દઇએ કે, આગ ભાંડુપ વિસ્તારમાં સ્થિત મોલમાં લાગી હતી. પરંતુ આ મોલનાં ત્રીજા માળે એક હોસ્પિટલ પણ હતી. આ હોસ્પિટલમાં ઘણા દર્દીઓ હાજર હતા. મોલમાં લાગેલી આગ ત્રીજા માળે પહોંચી હતી અને 2 બાળકોનાં મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને મોર્ચો સંભાળ્યો હતો અને આગને કાબૂમાં લેવાની શરૂઆત કરી હતી. આ ભયંકર લાગતા આગ પર કાબૂ મેળવવા માટે 20 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચી હતી. આ હોસ્પિટલમાં 70-80 દર્દીઓ હતા.

આગ કેવી રીતે લાગી તેની હાલમાં કોઈ જાણકારી મળી શકી નથી. જો કે હાલમાં આ હોસ્પિટલની અંદર એક તપાસ કરવામાં આવી રહી છે કે ક્યાંય કોઈ દર્દી ફસાયો તો નથી. આ ઘટના અંગે માહિતી આપતાં ડીસીપી પ્રશાંત કદમે જણાવ્યું હતું કે, લગભગ 90 થી 95 ટકા દર્દીઓ બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બે લોકોનાં મોત નીપજ્યાં છે. તેમણે તેમ પણ કહ્યું છે કે આ મૃત્યુઆંક વધુ વધી પણ શકે છે. આ ઘટના અંગે મુંબઇનાં મેયરે કહ્યું કે, મેં પહેલીવાર મોલની અંદરની હોસ્પિટલ જોઇ છે. આગ લાગવાની તપાસ કરવામા આવી રહી છે. કોરોના દર્દીઓ સહિત અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.