ઉત્તર પ્રદેશમાં લખનઉના હઝરતગંજ વિસ્તારમાં સોમવારે સવારે એક હોટલમાં આગ લાગી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ હોટલ લિવાનામાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ધુમાડા વચ્ચે ઘણા લોકો રૂમમાં ફસાયેલા છે.

મળતી માહિતી મુજબ, હજરતગંજના સુલતાનગંજ વિસ્તારમાં આવેલી લિવાના હોટલમાં સોમવારે સવારે ભીષણ આગ લાગી હતી. આગમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોટલની અંદરથી અત્યાર સુધીમાં 18 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. કેટલાક લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.

આગ લાગવાની સાથે જ 15 વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ત્રીજા માળે આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. લગભગ છ વધુ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી આવી છે. આ સિવાય રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.