મહારાષ્ટ્રમાં થાણેના મુબ્રામાં આવેલ પ્રાઈમ ક્રિટિકેર હોસ્પિટલમાં આજે સવારે આગ લાગવાની મોટી દુર્ઘટના થઈ ગઈ છે. આગ લાગવાની ઘટના બાદ શિફ્ટિંગ દરમિયાન ચાર દર્દીઓના મોત થઈ ગયા છે. દર્દીઓને બીજા હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. તેમ છતાં બચાવ અભિયાન ચાલુ છે.

થાણે મહાનગર પાલિકાએ જણાવ્યું છે કે, આજે લગભગ ૩:૪૦ વાગે થાણેના મુંબ્રામાં પ્રાઈમ ક્રિટિકેર હોસ્પીટલમાં આગ લાગી હતી. બે ફાયર ગાડી અને એક બચાવ વાહન ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. બીજી હોસ્પિટલમાં દર્દીઓને ખસેડતા સમયે ચાર લોકોના મોત નીપજ્યા હતા.

આ અગાઉ છેલ્લા અઠવાડિયે મુંબઈથી લગભગ ૭૦ કિલોમીટર દુર પાલઘર જીલ્લાના વિરારમાં આવેલ હોસ્પિટલમાં આગ લાગવાથી ૧૫ કોવિડ દર્દીઓના મોત થયા હતા. આ કેસમાં પોલીસે રવિવારના હોસ્પિટલના મુખ્ય કાર્યકારી અધિકારી અને સીએઓની ધરપકડ કરી છે. તેમની ગેરજવાબદારીના કારણે આગ લાગી હતી જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે.