મુંબઈના ભૂતપૂર્વ મેયર કિશોરી પેડનેકર અને તેમના પરિવારને જાનથી મારી નાખવાનો ધમકી વાળો એક અપમાનજનક પત્ર મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, પેડનેકરને ડીસેમ્બર 2021 માં પણ ‘વિજેન્દ્ર મ્હાત્રે’ ના નામથી અને સરનામાંથી એક અપમાનજનક પત્ર મળ્યો હતો. ધમકીભર્યા પત્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરે, કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરે અને ડેપ્યુટી સીએમ અજિત પવારનું નામ પણ છે.

જ્યારે પેડનેકરે જણાવ્યું છે કે, તેમને મોકલવામાં આવેલો પત્ર અભદ્ર ભાષાથી ભરેલો હતો અને તેમને પત્રમાં ચેતવણી આપવામાં આવી હતી કે, એક વખત ‘નવી સરકાર’ સત્તામાં આવ્યા બાદ તેમને, તેમના પુત્ર અને પતિ સાથે મારી નાખવામાં આવશે. પેડનેકરે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે IPC ની કલમ 509 અને કલમ 506-II હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, શિવસેનાના બળવાખોર ધારાસભ્ય કિનીકરને મળેલા ધમકીભર્યા પત્રમાં લખવામાં આવ્યું છે કે, “ડો. બાલાજી કિનીકરને ગોળી મારવાનો સમય આવી ગયો છે. તમે અમારા શિવસેનાના નેતાને ખૂબ પરેશાન કર્યા છે. હું આ પત્ર એટલા માટે લખી રહ્યો છું કારણ કે મરતા પહેલા તમારે ભયમાં રહેવું જોઈએ.” જ્યારે કિનીકરને લઈને પોસ્ટર “હા હું દેશદ્રોહી’ મળ્યા બાદ તેમના સમર્થકો રસ્તા પર આવી ગયા હતા.