કેબિનેટ પ્રેસ કોન્ફરન્સ ને સંબોધતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું છે કે, 2014 પહેલા 1-2 પાક પર ખરીદી કરવામાં આવતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ બાકીના પાકો પણ તેમાં ઉમેરવામાં આવ્યા અને ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે.

અનુરાગ ઠાકુરે જણાવ્યું છે કે, 2022-23 ની ખરીફ વેચાણ સીઝન માટે 14 પાકોની MSP નક્કી કરવામાં આવી છે. ડાંગરની MSP 2040 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. ડાંગરના MSP માં પ્રતિ ક્વિન્ટલ 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આ સાથે કેન્દ્રીય કેબિનેટે તુવેર દાળના MSP માં પણ વધારો કર્યો છે. આ વખતે તુવેર દાળની એમએસપી 6600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. ગત વખત કરતા આ વખતે એમએસપીમાં 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.

તલના ભાવમાં આટલો વધારો
અનુરાગ ઠાકુરે જણાવ્યું છે કે, આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે તલની કિંમતમાં 523 રૂપિયાનો વધારો કરવામાં આવશે. મગમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 480 નો વધારો થશે. સૂર્યમુખી પર 358 પ્રતિ ક્વિન્ટલ છે. મગફળી પર રૂ.300 નો વધારો થશે.