ટ્રેનથી મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર….., આ 3 ટ્રેનમાં મળશે વિશેષ સુવિધા..!

સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહીત ત્રણ ટ્રેનમાં વધારાના એસી કોચ લગાવવામાં આવ્યા છે. આ ત્રણ ટ્રેનમાં સ્લીપર કોચ લાગશે. ઓખા થી વારાણસી અને જયપુર જતી ટ્રેનમાં બંધ પેન્ટ્રી કાર ફરી જોડાશે. કોરોના કાળમાં આ પેન્ટ્રી કાર બંધ કરાયેલ તે ફરી જોડાશે. પોરબંદર – મુંબઈ સોરાષ્ટ્ર એકસપ્રેસ સહિતની ટ્રેનોમાં વેઈટીંગ ઘટાડવા વધારાનાં એસી અને સેકન્ડ સ્લીપર કોચ કાયમી લગાડવા રેલવે તંત્રએ નિર્ણય કર્યો છે.
જો કે કોરોના કાળમાં ટ્રેનોમાં પેન્ટ્રી કાર બંધ કરવામાં આવ્યા બાદ હવે ફરી ચાલુ કરવાની માંગણી કરવામાં આવતા તબકકાવાર જોડવામાં આવી રહી છે. વેરાવળ – ઈન્દોર અને હાપા – બિલાસપુર એકસપ્રેસમાં વધારાનાં કોચ લાગશે. આ ઉપરાંત ઓખા – વારાણસી અને ઓખા – જયપુર ટ્રેનમાં કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી પેન્ટ્રી કાર ફરી જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત પોરબંદર થી મુંબઈ સેન્ટ્રલ જતી સૌરાષ્ટ્ર એકસપ્રેસમાં 26 ડિસેમ્બરથી એક થર્ડ એસી અને બે સેકન્ડ સ્લીપર કોચ જોડવામાં આવતા વધુ ટિકીટ કન્ફર્મ થઈ શકશે.