વેક્સિનેશનમાં ગુજરાત મોડલના દાવા પોકળ, રસીકરણ ક્રમાંકમાં પીછેહઠ

હાલમાં સમગ્ર દેશમાં સહીત રાજ્યમાં પણ કોરોના વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. જે રસીકરણ મામલે ગુજરાત નવમાં ક્રમે ધકેલાયું છે. સરકારના રસીકરણના દાવાની પોલ ખુલ્લી પાડી છે. પ્રથમ ડોઝ ન લીધો હોય તેવા 2634121 લોકો બાકી છે. બીજી ડોઝ ન લીધો હોય તેવા 2972153 બાકી છે. રાજ્યમાં કુલ 566274 લોકો, કુલ 5606274 લોકો વેકસીન લીધી નથી.
3 જાન્યુઆરીથી બાળકોના રસીકરણ અંગે PM નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા પણ બાળકોના રસીકરણને લઈને ખાસ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને આ વધારા પાછળ વાઇરસનો નવો વૅરિયન્ટ ઓમિક્રૉન જવાબદાર હોવાનું તજજ્ઞો માની રહ્યા છે.
ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કહ્યુ હતુ કે રાજયમાં આગામી 3 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી 2022 સુધી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે 15-18 વર્ષ વય જુથના બાળકોને કોવિડ-19ની કોવેક્સીન રસી મુકવામાં આવનાર છે.