કોઈ પણ પરિવારમાં સંતાનનું આગમન ખુશીની અનહદ અનુભૂતિ કરાવતું હોય છે. પરંતુ ગુજરાતના એક દંપતી પોતાના દીકરાને બચાવવા માટે મદદ માંગી હતી. મહિસાગર જિલ્લાના કાનેસર ગામના અને હાલ ગોધરા રાજદીપ રાઠોડના દીકરા ધૈર્યરાજસિંહ Dhairyaraj રાઠોડની ઉંમર માત્ર 3 માસની છે. જન્મના માત્ર દોઢ માસમાં જ શારીરિક પરિવર્તન જોવા મળતા ચિંતિત માતાપિતાએ તબીબને બતાવ્યું હતું. જેમાં ધૈર્ય રાજને SMA-1 નામની બિમારી હોવાનું સામે આવ્યું છે. જોકે આ બિમારીની સારવાર ભારતમાં શક્ય નથી. તાજેતરમાં સોશ્યિલ મીડિયા પર એક બાળકનાં મદદ માટેનો વિડિઓ ખુબ જ વાઇરલ થયો હતો. તે બાળક ધૈર્યરાજ સિંહ રાઠોડ નામના ત્રણ મહિનાના બાળકને SMA -1 નામની બીમારી હોવાનું જણાવામાં આવ્યું હતું. ત્યારબાદ સોશિયલ મીડિયામાં ધૈર્યરાજસિંહને બચાવવા માટે એક ક્રાઉડ ફંડિગ શરૂ કરવામાં આવ્યું હતું.

ત્યારે આ ધૈર્યરાજસિંહ માટે લોકોનો પ્રેમ હવે રંગ લાવ્યો છે. અત્યાર સુધીમાં ધૈર્યરાજસિંહની સારવાર માટે અલગ સંગઠનો, સમૂહ, સમાજ, લોકો, અને કલાકારોએ તેના માટે થોડી થોડી રકમ આપીને મદદ કરી છે. જે આજે સૌથી મોટી રકમ એકઠી કરી લીધી હોવાનું સામે આવ્યું છે. જેમાં ધૈર્યરાજસિંહની સારવાર માટે અધધ… 16. કરોડ રૂપિયાની જરૂર હતી તે હવે પુરી થઇ ગઈ છે,

ગુજરાતના સેવાયજ્ઞએ રંગ રાખ્યો છે. અમેરિકાથી ઇન્જેક્શન આવી જતા ધૈર્યરાજની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલે ધૈર્યરાજને ઇન્જેક્શન આપવામાં આવશે, હાલ ધૈર્યરાજ મુંબઇની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.16 કરોડની કિંમતનું ધૈર્યરાજને ઇન્જેક્શન લાગશે. ગુજરાતે મન મૂકી દાન કરતા ધૈર્યરાજ માટે 16 કરોડ એકત્રિત થયા

નોંધનીય છે કે, ધૈર્યરાજસિંહ રાઠોડને SMA -1 એટલે કે સ્પાઈનલ મસ્કુલર એટ્રોફી નામની બીમારી છે.આ બીમારીમાં અલગ અલગ 1,2,અને 3 એમ કુલ ત્રણ સ્ટેજ હોય છે. જેમાં ધૈર્યરાજસિંહ રાઠોડને એસ.એમ. એ -1 આ બીમારી એક પ્રકારની સ્નાયુની બીમારી છે. જે કેન્સરથી પણ વધુ ભયંકર છે. આ બીમારી મોટાભાગે બાળકોમાં જોવા મળે છે. આ એક જટિલ,ગંભીર અને દુર્લભ બીમારી છે.. જેની સારવાર પણ ખુબ મોંઘી છે.

આ બીમારી શરીરમાં SMN-1ની ઉણપથી થાય છે. આ એક જિનેટિક રોગ છે. આ બીમારીને લીધે છાતીના સ્નાયુઓ નબળા થવા લાગે છે.,આની સાથે જ શ્વાસ લેવામાં પણ ખુબ તકલિફ પડે છે,બાળક જાતે હલનચલન પણ કરી શકતું નથી, ઉપરાંત દૂધ કે પાણી પણ પી શકતું નથી. આ બીમારી બાળકના ચેતાતંત્ર પર વ્યાપક અસર કરે છે.તકલિફમાં વધારો થવાંની સાથે જ દર્દીનું મોત પણ થઈ જાય છે.