કોરોના રોગચાળાનો વધતો પ્રકોપ ઘણા દેશો માટે ફરી એકવાર ચિંતાનો વિષય છે. ભારતમાં પણ તાજેતરના સમયમાં કોરોનાના કેસો ઘણા જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 15,940 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન કોરોનાને કારણે 20 લોકોના મોત થયા છે. કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને 91,779 થઈ ગઈ છે.

શુક્રવારની સરખામણીમાં આજે લગભગ 8 ટકા ઓછા કેસ નોંધાયા છે. શુક્રવારે દેશમાં 17,336 નવા કોવિડ કેસ નોંધાયા હતા, જે પાછલા દિવસ એટલે કે ગુરુવારની સરખામણીમાં 30 ટકા વધુ હતા.

દેશમાં કોરોનાના કેસ શુક્રવારની સરખામણીએ આજે થોડા ઓછા આવ્યા છે. કોરોના કેસમાં આ ઘટાડો લગભગ 8 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 15 હજાર 940 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે છેલ્લા 24 કલાકમાં 20 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 5 લાખ 24 હજાર 975 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા 4 કરોડ 33 લાખ 78 હજાર 234 થઈ ગઈ છે.

દેશના કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. મહારાષ્ટ્રમાં કોરોના ના 4 હજાર 205 કેસ નોંધાયા છે. કેરળમાં 3 હજાર 981 કેસ નોંધાયા છે જ્યારે દિલ્હીમાં 1 હજાર 447 કેસ નોંધાયા છે. આ સિવાય તમિલનાડુમાં કોવિડ -19 ના 1 હજાર 359 નવા કેસ નોંધાયા છે. આ સિવાય કર્ણાટકમાં કોરોનાના 816 નવા કેસ નોંધાયા છે. દેશમાં મળી આવેલા કુલ નવા કેસોમાંથી લગભગ 74 ટકા નવા કેસ આ 5 રાજ્યોમાંથી આવ્યા છે. દેશમાં કોવિડ-19નો રિકવરી રેટ હાલમાં 98.58 ટકા છે.