કેનબરાના ઓવલમાં બુધવારના રમાયેલી અંતિમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૧૩ રનથી હરાવી ૨-૧ થી સીરીઝ સમાપ્ત કરી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીત માટે ૩૦૩ રનનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ યજમાન ટીમ ત્રણ બોલ બાકી રહેતા ૨૮૯ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

આ અગાઉ ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને નિર્ધારિત ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૦૨ રન બનાવ્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ ૭૬ બોલમાં અણનમ ૯૨ રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેમને ૭ ચોગ્ગા અને એક સિક્સર પણ ફટકારી હતી. તેના સિવાય કેપ્ટન વિરાટ કોહલીએ ૭૮ બોલમાં ૬૩ અને રવીન્દ્ર જાડેજાએ ૫૦ બોલમાં ૫ ચોગ્ગા અને ૩ સિક્સરની મદદથી અણનમ ૬૬ રનની મહત્વની ઇનિંગ રમી મહત્વનું યોગદાન આપ્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયા માટે એશ્ટન એગરે ૧૦ ઓવરમાં ૪૪ રન આપી ૨ વિકેટ લીધી, જ્યારે એડમ જામ્પાએ ૧૦ ઓવરમાં ૪૫ રન આપી ૧ અને સીન એબોટે આટલી જ ઓવરમાં ૮૪ અને જોશ હેઝલવુડે ૬૬ રન આપી ક્રમશ: એક-એક વિકેટ લીધી હતી.