લગભગ 3,000 અગ્નિવીર નૌકાદળમાં પહોંચી ગયા છે, જેમાંથી 341 મહિલાઓ છે. નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારે આ વાત કહી છે. તેમણે કહ્યું કે અગ્નિવીરોની પ્રથમ બેચનો રિપોર્ટ આવી ગયો છે, લગભગ 3000 અગ્નિવીર જોડાયા છે, જેમાંથી લગભગ 341 મહિલાઓ છે. આવતા વર્ષે અમે તમામ શાખાઓમાં મહિલા અધિકારીઓને સામેલ કરવાનું વિચારી રહ્યા છીએ, માત્ર 7-8 શાખાઓમાં નહીં જે અત્યાર સુધી મર્યાદિત છે.

નૌકાદળના વડાએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરની વૈશ્વિક ઘટનાઓ દર્શાવે છે કે આપણે આપણી સુરક્ષા જરૂરિયાતો માટે બીજા પર નિર્ભર ન રહી શકીએ, સરકારે આપણને આત્મનિર્ભર ભારત અંગે સ્પષ્ટ દિશા બતાવી છે. ટોચના નેતૃત્વ સાથે નેવીની પ્રતિબદ્ધતા એ છે કે અમે 2047 સુધીમાં આત્મનિર્ભર નૌકાદળ તરીકે ઊભા રહીશું.

નેવી ચીફે કહ્યું કે યુક્રેન સંઘર્ષ જેવી હાલની વૈશ્વિક ઘટનાઓ દર્શાવે છે કે આપણે આપણી સુરક્ષા જરૂરિયાતો માટે બીજા પર નિર્ભર નથી રહી શકતા. અમે સરકારને કહ્યું છે કે ભારતીય નૌકાદળ 2027 સુધીમાં ‘આત્મનિર્ભર’ બની જશે. દરિયાઈ સુરક્ષાના મહત્વ પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો.

નેવી ડે પર મીડિયા સાથે વાત કરતા નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારે કહ્યું કે નેવી હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનના વિવિધ સૈન્ય અને સંશોધન જહાજોની હિલચાલ પર નજીકથી નજર રાખે છે. ભારતીય નૌકાદળે છેલ્લા એક વર્ષમાં ખૂબ જ ઊંચી ઓપરેશનલ ક્ષમતા હાંસલ કરી છે અને દરિયાઈ સુરક્ષાના મહત્વ પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે. સરકારે અમને આત્મનિર્ભર ભારત માટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે. અમે કહ્યું છે કે ભારતીય નૌકાદળ 2047 સુધીમાં આત્મનિર્ભર બની જશે.