દેશમાં કોરોનાના આંકડામાં રોજબરોજ ઘટાડો જોવા મળી રહ્યો હતું પરંતુ હજુ પણ આંકડો સતત 12 હજારને વટાવી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12 હજાર 249 લોકો સામે આવ્યા છે. ત્યાર બાદ સક્રિય કેસની સંખ્યા 81 હજારને પાર થઈ ગયા છે. જયારે આ આંકડા બાદ દૈનિક પોઝિટીવીટી રેટ 3.94 પર પહોંચી ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 9 હજાર 862 દર્દીઓ કોરોનામાંથી મુક્ત થયા છે. ત્યાર બાદ કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 42,725,055 થઈ ગઈ છે. તે જ સમયે, જો આપણે મૃત્યુઆંક પર નજર કરીએ, તો છેલ્લા 24 કલાકમાં 13 લોકોના મોત થયા છે, ત્યાર બાદ આ આંકડો વધીને 5 લાખ 24 હજાર 903 થઈ ગયો છે.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં જીવલેણ કોરોના વાયરસના 1781 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલ કરતા 471 વધુ છે. છેલ્લા દિવસે કોરોનાથી એકનું મોત થયું છે. જોકે સોમવારે બે દર્દીઓના મોત થયા હતા. જ્યારે સોમવારે મુંબઈમાં 1310 કેસ નોંધાયા હતા.

નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 226 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે 163 દર્દી સારવાર દરમિયાન સાજા થયા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.98 ટકા પહોંચ્યો છે. જ્યારે ગઈ કાલના એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. આ સિવાય રાજ્યમાં એક્ટીવ કેસમાં વધારો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસનો આંકડો 1524 પહોંચ્યો છે.