કોરોનાના સતત વધતા કેસોના કારણે ટ્રેનોમાં સફર કરનાર યાત્રીઓની સંખ્યામાં ઘટાડાના કારણે ભારતીય રેલ્વેએ ૯ મેથી ૨૮ ટ્રેનોને આગામી આદેશ સુધી રદ કરવાનો નિર્ણય કર્યો છે. રદ કરવામાં આવેલ ટ્રેનોમાં ૮ શતાબ્દી, બે દુરન્તો, બે રાજધાની અને એક વંદે ભારત એક્સપ્રેસ સામેલ છે.

તેના સિવાય નવી દિલ્લી-હબીબગંજ શતાબ્દી સ્પેશલ, નવી દિલ્લી-કાલકા શતાબ્દી સ્પેશલ, નવી દિલ્લી-અમૃતસર શતાબ્દી સ્પેશલ, નવી દિલ્લી-દેહરાદુન શતાબ્દી સ્પેશલ, નવી દિલ્લી-કાઠગોદામ શતાબ્દી સ્પેશલ અને નવી દિલ્લી-ચંદીગઢ શતાબ્દી સ્પેશલ સામેલ છે. તેમને ૯ મેથી આગામી આદેશ સુધી રદ કરવામાં આવી છે. આવી રીતે નવી દિલ્લી-દેહરાદુન જનશતાબ્દી સ્પેશલ ૧૦ મેથી અને નવી દિલ્લી-ઉના જનશતાબ્દી સ્પેશલ ૯ મેથી આગામી આદેશ સુધી રદ કરવામાં આવી છે.