હજુ તો કોરોના વાઇરસની બીજી લહેરમાંથી લોકો અને વહીવટીતંત્ર માંડ બેઠું થઈ રહ્યું છે ત્યારે નિષ્ણાતો ત્રીજી લહેરની ચેતવણી આપી રહ્યા છે. દેશના 13 રાજ્યોમાં ત્રીજી લહેરની ખતરો જણાઈ રહ્યો છે. 13 રાજ્યોમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ધરખમ ઉછાળો થયો છે. ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. જે હાલમાં પર્યટન, અને ધાર્મિક સ્થળોએ વધતી ભીડ ગુજરાત માટે ચિંતા જનક બની રહી છે. સામાન્ય વાયરસ કરતા ડેલ્ટાવેરિઅન્ટ થી ચેપ લાગવાની ક્ષમતા 60 થી 80 ટકા વધારે છે. હાલ દેશમાં કેરાલા, મહારાષ્ટ્ર, તમિલનાડું, આંધ્ર પ્રદેશ, ઓસિસ્સા, બંગાળ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઝડપથી કોરોના વધી રહ્યો છે.

1 હજાર 260 ગણી ઝડપથી દેશમાં ડેલ્ટા વેરિઅન્ટનો ફેલાવો થયો છે. વેક્સિન લીધી હોવા છતાં ડેલ્ટા વેરિઅન્ટનો ચેપ લાગી શકે છે. ભારતમાં દરરોજ મળતા નવા કોરોના કેસ 40 હજાર નજીક છે. ભારતની વાત કરીએ તો કોરોનાની બીજી લહેર પછી થયેલા એક સીરો સર્વે (રાષ્ટ્રવ્યાપી સર્વે) મુજબ અંદાજે 40 કરોડ લોકો પર કોરોનાનું જોખમ છે. આ સર્વેમાં વધુમાં જણાવવામાં આવ્યું હતુ કે 6 વર્ષથી વધુ ઉંમરની વસ્તીમાં બે તૃતિયાંસ ભાગમાં કોવિડ એન્ટીબોડી મળી આવી છે.

બીજી તરફ અમેરિકાની સેન્ટર ફોર ગ્લોબલ ડેવલોપમેન્ટના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોના વાઇરસ સંક્રમણથી મૃત્યુઆંક 34 લાખથી 449 લાખની વચ્ચે હોઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, સતત બીજા દિવસે દેશમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. નવા ૪૧,૩૮૩ કેસ નોંધાયા હતા અને ૫૦૭નાં મોત થયા હતા. એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખને પાર થઈ ગઈ હતી. બીજી તરફ છેલ્લાં ૨૪ કલાકમાં ૩૮,૬૫૨ દર્દી સાજા થયા હતા. ડેલ્ટા વેરિએન્ટનો ખતરો વધ્યાનું પણ જણાયું હતું.