શનિવારે (1 ઓક્ટોબર, 2022) સરકારી તેલ વિતરણ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 36.5 રૂપિયા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઘટાડા બાદ દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 25.5 રૂપિયા ઘટીને 1859.5 રૂપિયા થઈ ગઈ છે.

આ સાથે દેશના અન્ય મોટા મહાનગરોમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોલકાતામાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1,995.50 રૂપિયાને બદલે 1,959 રૂપિયા હશે. મુંબઈમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1,844 રૂપિયાને બદલે 1,811.50 રૂપિયા અને ચેન્નાઈમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત આજથી 2,045 રૂપિયાથી 2,009.50 રૂપિયા થશે. જોકે, 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં ઘટાડા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.