લોકોને આજે મોંઘવારીનો બેવડો ઝટકો લાગ્યો છે અને પેટ્રોલ-ડીઝલની સાથે ઘરેલું LPG Cylinder પણ મોંઘું થઈ ગયું છે. સરકારી માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને આજે એલપીજીના ભાવમાં રૂ. 50 નો વધારો કર્યો છે. તેનાથી જનતાના રસોડાના બજેટમાં વધારો થશે અને લોકોના ખિસ્સા પર મોટી અસર પડશે.

ઓક્ટોબર 2021 પછી પ્રથમ વખત કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે

તમને જણાવી દઈએ કે, એલપીજીની કિંમતમાં આટલો વધારો ઓક્ટોબર 2021 બાદ પ્રથમ વખત  થયો છે, તેમ છતાં આ સમયગાળા દરમિયાન સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે પરંતુ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો નથી. છેલ્લી વખત 6 ઓક્ટોબર 2021 ના રોજ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

જાણો કેટલો મોંઘો થઈ ગયો LPG

50 રૂપિયાના વધારા બાદ દિલ્હીમાં 14.2 કિલોના સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં હવે 976 રૂપિયાના ભાવે ગેસ સિલિન્ડર મળશે અને ચેન્નાઈમાં 965.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર માટે ચૂકવવા પડશે. જ્યારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પ્રતિ સિલિન્ડરની કિંમત 987.50 રૂપિયા વધી છે.

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં બેફામ વધારો થયો

તમને જણાવી દઈએ કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ સતત વધી રહ્યા છે અને ઓક્ટોબર 2021 થી 1 માર્ચ 2022 વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 275 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેની અસર પણ જોવા મળી રહી છે. હવે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારાને કારણે સામાન્ય જનતાને સૌથી મોટો ફટકો પડ્યો છે.