મહારાષ્ટ્રના નવી મુંબઈમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક રહેણાંક મકાનની લિફ્ટમાં એસી મિકેનિક દ્વારા પાંચ વર્ષની બાળકી પર કથિત રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના મંગળવારે સાંજે તલોજા વિસ્તારમાં બની હતી.

પોલીસે જણાવ્યું હતું કે, 19 વર્ષીય આરોપી મંગળવારે AC રિપેરિંગ કામ માટે અહીં પહોંચ્યો હતો. કામ પૂરું કરીને જ્યારે તે સીડી પરથી ઉતરી રહ્યો હતો ત્યારે તેણે પાર્કિંગ એરિયામાં પાંચ વર્ષની બાળકીને રમતી જોઈ, ત્યાર બાદ તે તેને લિફ્ટમાં લઈ ગયો અને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

ઘટના અંગે બાળકીની માતાનું કહેવું છે કે, લિફ્ટમાંથી ઉતર્યા બાદ તે ઘરે આવી અને તેને ઉલ્ટી થવા લાગી હતી. જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણીએ ઘટના વર્ણવી, જેના પગલે તે છોકરી સાથે નીચે ગયો અને ગાર્ડની મદદથી એસી મિકેનિકને પકડી લીધો હતો. ત્યાર બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપીને કસ્ટડીમાં લીધો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવી છે. આરોપીને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.