દેશમાં ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, ગુરુવારે દેશભરમાં 18,930 કેસ સામે આવ્યા છે. આ સંખ્યા બુધવાર કરતાં 2771 વધુ છે. એક દિવસ પહેલા 16,159 કેસ નોંધાયા હતા. જ્યારે દેશમાં કોરોનાને કારણે મૃત્યુની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે. દેશમાં કોરોનાને કારણે 35 લોકોના મોત નીપજ્ય છે. જ્યારે એક દિવસ પહેલા જ કોરોનાથી 28 લોકોના મોત થયા હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા હવે 1,19,457 પર પહોંચી ગઈ છે. એક દિવસ પહેલા સુધી, દેશભરમાં 1,15,212 સક્રિય કેસ હતા. તે જ સમયે, 24 કલાકમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા 14,650 છે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત ઉતાર-ચડાવ જોવા મળ્યા છે. બુધવારે દેશમાં 16,159 કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. બીજી તરફ, મંગળવારે 13,085 નવા સંક્રમિત મળી આવ્યા હતા, જ્યારે સોમવારે 16,135, રવિવારે 16,103 અને શનિવારે 17,092 અને શુક્રવારે 17,070 નવા સંક્રમિત મળી આવ્યા હતા.