મુંબઈ : NCB દ્વારા ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ ઝડપાયું, 4 કરોડના ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ગઈકાલે આંતર-રાજ્ય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી ANI ના જણાવ્યા અનુસાર, NCB-મુંબઈએ ઉચ્ચ ગુણવત્તાવાળા ગાંજાના મોટા કન્સાઈનમેન્ટનો પર્દાફાશ કર્યો હતો, જે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં લઈ જવામાં આવી રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઓપરેશન દરમિયાન NCB-મુંબઈ દ્વારા પકડાયેલા ગાંજાની કિંમત 4 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. NCB એ 210 કિલો ગાંજો જપ્ત કર્યો હતો અને ગાંજાના સપ્લાય માટે વપરાતું વાહન પણ જપ્ત કર્યું હતું. આ સમગ્ર મામલામાં NCBએ એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે.
તમને જણાવી દઈએ કે ત્રણ અઠવાડિયા પહેલા જ મુંબઈના NCB ઝોનલ યુનિટને એક મોટી સફળતા મળી હતી. માત્ર 6 દિવસમાં, NCB એ 3 ઓપરેશન હાથ ધરીને 4.950 કિલો મેથાક્વોલોન, 870 ગ્રામ હાઈ ગ્રેડ બડ (હાઈડ્રોપોનિક વીડ), 88 કિલો સારી ગુણવત્તાનો ગાંજો, 2 વાહનો સહિત 3 શકમંદોની ધરપકડ કરી હતી.
NCB ની આ કાર્યવાહીથી મુંબઈમાં કાર્યરત મોટા સિન્ડિકેટોને વિખેરવામાં સરળતા રહેશે. મુંબઈની NCB ઝોનલ યુનિટ આંતરરાજ્ય અને કુરિયર આધારિત ડ્રગની દાણચોરીને રોકવા માટે સતત પ્રયાસો કરી રહી છે. NCB એ ભૂતકાળમાં એક પછી એક દરોડા પાડીને દારૂની દાણચોરી કરતી ગેંગની કમર તોડી નાખી છે, જેના કારણે આ વિસ્તારમાં કાર્યરત સિન્ડિકેટ અલગ કરી દીધા છે.