જયપુર રાજસ્થાનમાં સામાન્ય દિવસોમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે, પરંતુ નવા વર્ષની રાત્રે ઉત્સવ મનાવવા માટે છૂટ રહેશે. રાત્રે 12:30 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ્સ ખોલી શકાશે. વેક્સીન ન લગાવનારા 31 જાન્યુઆરી બાદ જાહેર અને વધુ ભીડવાળી જગ્યા પર જવાની મંજૂરી નહીં

સરકારી આદેશ અનુસાર, રાત્રે 12:30 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ્સ ખોલી શકાય છે. રેસ્ટોરન્ટ્સ માટે અઢી કલાકની વધુ છુટ આપવામાં આવે. રાત્રિ કર્ફ્યૂમાં 2 કલાકની છૂટ આપવામાં આવી છે.

રાત્રે 11થી 1 વાગ્યા સુધી કર્ફ્યૂમાં છૂટ રહેશે. હવે તેવામાં સવાલ ઉઠે છે કે શું ઉત્સવ મનાવવા દરમિયાન માસ્ક લગાવવા સહિત અન્ય કોવિડ ગાઇડલાઇનનું ધ્યાન રાખશે? કોવિડ-19ને લઇને બેઠક બાદ સરકારે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. રાત્રે 11 વાગ્યાથી સવાર સુધી જાહેર શિસ્ત કર્ફ્યુ રહેશે. સરકારે જીવન રક્ષા માટે જરૂરી પ્રતિબંધો લગાવવા પર સંમતિ આપી છે.

31 જાન્યુઆરી સુધી તમામ પાત્ર લોકોને વેક્સીનની ફરજિયાતની વાત કહેવામાં આવી છે. વેક્સીન ન લગાવનારા 31 જાન્યુઆરી બાદ જાહેર અને વધુ ભીડવાળી જગ્યા પર જવાની મંજૂરી નહીં હોય. બન્ને ડોઝ લગાવનારા યુવાનો માટે થિયેટર અને મલ્ટીપ્લેક્સ રાત્રે 10 વાગ્યા સુધી ખોલી શકશે.