છેલ્લા કેટલાંક સમયથી રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર બાયોડિઝલના વેપલા સામે સરકારે લાલ આંખ કરી છે. રાજ્યભરમાં અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગેરકાયદે બાયોડિઝલ રાખનારની ધરપકડ કરવામાં આવી છે. જે વડોદરામાં ગેરકાયદેસર બાયોડિઝલ પમ્પ પર વડોદરા PCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

19 હજાર લીટર સંગ્રહ મર્યાદાનો ટાંકો મળી આવ્યો છે. લાખો રૂપિયાનું બાયોડિઝલ અને અન્ય ચીજ વસ્તુઓ PCBના દરોડા દરમિયાન કબ્જે કરવામાં આવ્યો છે. જે હાલમાં પણ વડોદરા PCB ની કાર્યવાહી જારી રાખવામાં આવી છે. જે સંખ્યાબંધ ટેન્કરો અને વાહનો કબ્જે કરવામાં આવ્યા છે. વડોદરા ના દશરથ માં ટ્રાન્સપોર્ટ ગોડાઉનની આડમાં ગેરકાયદેસર બાયોડિઝલ નું કૌભાંડ ચલાવવામાં આવતું હતું. 20 લાખથી વધુનું બાયોડિઝલ 20 લાખનું ટેન્કર તથા અન્ય વાહનો અને ચીજ વસ્તુઓ મળી એક કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

પોલીસે FSL તથા પુરવઠા વિભાગની મદદ લીધી છે. ઉધોગોમાં જે ઓઇલ ડીઝલ નો ઉપયોગ કરવાનો હોય તેનો વાહનો માં ઉપયોગ કરવામાં આવતો હતો. મળી આવેલ બાયોડિઝલ ના જથ્થા થકી વાહનો હંકારવામાં આવે તો તેનાથી જીવલેણ ગંભીર પ્રદુષણ ફેલાય છે. ગોડાઉન આગળથી પોલીસે બે વ્યક્તિઓની અટકાયત કરી છે.

બાયોડીઝલથી વાહનોના એન્જિનને નુકસાન થાય છે

7 વર્ષ પૂર્વે એક કંપની દ્વારા બાયોડીઝલની શોધ કરવામાં આવી હતી. જોકે આજે છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેટ બાયોડીઝલનું બજારમાં વેચાણ શરૂ થયું છે. ડુપ્લિકેટ બાયોડીઝલના વપરાશથી વાહનોના એન્જિનને નુકસાન જરૂર પહોંચે છે. પરંતુ આ સાથે સરકારને થતી ટેક્સની આવક રકમમાં પણ મોટી ખોટ જોવા મળી શકે છે.