ઉત્તર પ્રદેશના નોઈડામાં સગીર બાળકી સાથે બળાત્કારના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીને પોલીસ દ્વારા હાલ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ શનિ નામના વ્યક્તિ તરીકે થઈ છે જે 20 વર્ષનો છે. તેના પર સ્કૂલ જતી છોકરી પર બળાત્કાર કરવાનો આરોપ છે. બાળકની ઉંમર માત્ર 13 વર્ષની છે. આ બાળકી 7 મા ધોરણમાં અભ્યાસ કરે છે. આ ઘટના 27 જુલાઈની સવારની જણાવવામાં આવી રહી છે.

આ છોકરી રોજની જેમ સવારે તૈયાર થઈને શાળાએ જઈ રહી હતી. આરોપી શનિની નજર આ છોકરી પર પડી અને બહાનું બનાવીને તે યુવતીને એકાંત સ્થળે લઈ ગયો જ્યાં તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ યુવતીને બહાનું બનાવીને કહ્યું હતું કે, તેને કેટલાક પાંદડા તોડવાના છે જે ફક્ત બાળક જ તોડી શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાના સંબંધીઓની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો, ત્યારબાદ આરોપીની શોધ કરવામાં આવી હતી.

આરોપી શનીની ધરપકડ કર્યા બાદ પોલીસની એક ટીમ તેને મેડિકલ તપાસ માટે લઈ જઈ રહી હતી. મેડિકલ કરાવ્યા બાદ પોલીસ તેને પરત લાવી રહી હતી ત્યારે તેણે પોલીસથી બચવા ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તેના પર પથ્થર વડે હુમલો કર્યો હતો. ત્યાર બાદ પોલીસ સાથેના એન્કાઉન્ટર દરમિયાન, તેને પગમાં ગોળી વાગી હતી. આરોપીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી છેલ્લા ઘણા દિવસોથી આ યુવતીનો પીછો કરી રહ્યો હતો.

આ છોકરી નોઈડાના સેક્ટર 24માં રહે છે અને સેક્ટર 31 ની સ્કૂલમાં અભ્યાસ કરે છે. બુધવારે સવારે જ્યારે તે સ્કૂલ જઈ રહી હતી ત્યારે આરોપી શનિએ તેને કહ્યું કે, તેને એક ઝાડ પરથી પાંદડા તોડવાના છે, જે માત્ર એક છોકરી જ તોડી શકે છે. આ બહાને તે યુવતીને સેક્ટર 32ના નિર્જન વિસ્તારમાં લઈ ગયો હતો અને ત્યાં તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ પછી યુવતીએ આ ઘટના તેના પરિવારજનોને જણાવી અને પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.