મહારાષ્ટ્રના પાલઘરમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી રહી છે. પાલઘર જિલ્લામાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 હતી. જો કે હજુ સુધી આ ભૂકંપમાં કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી.

જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના એક અધિકારીના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે 4.45 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર દહાણુથી 24 કિમી પૂર્વમાં પાંચ કિમીની ઊંડાઈએ હતું. તેમણે કહ્યું કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના તાત્કાલિક કોઈ સમાચાર નથી. નવેમ્બર 2018 થી પાલઘરના દહાણુ તાલુકામાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે.