રેશનકાર્ડ ધારકો માટે મોદી સરકાર તરફથી ફરી એકવાર સારા સમાચાર આવ્યા છે. આજે PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ને વધુ ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે. હવે આ યોજના હેઠળ રેશનકાર્ડ ધારકોને સરકાર તરફથી ડિસેમ્બર સુધી મફત રાશનનો લાભ મળશે.

આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા એપ્રિલ 2020 માં કોવિડ સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી. બાદમાં માર્ચ 2022માં તેને છ મહિના માટે સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો. હવે સરકારે ફરી એકવાર તેને ત્રણ મહિના માટે ડિસેમ્બર 2022 સુધી લંબાવ્યો છે. જોકે, મીડિયા રિપોર્ટમાં તેને છ મહિના લંબાવવાની વાત કરવામાં આવી હતી.

સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવ્યા બાદ તેનો સીધો ફાયદો 80 કરોડ લોકોને થશે. સરકાર દ્વારા આ યોજનાને વધારવાનો સંકેત પહેલાથી જ આપવામાં આવ્યો હતો. કેન્દ્રીય ખાદ્ય વિભાગના સચિવે પણ આ અંગે સંકેત આપ્યો હતો. જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) વિશ્વની સૌથી મોટી ખાદ્ય યોજના છે.