પાકિસ્તાનમાં હિન્દુ યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, પહેલા છોકરીનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આરોપીઓ તેમની યોજનામાં નિષ્ફળ રહેતા તેણે તેને ગોળી મારી દીધી હતી. તેમ છતાં આ પ્રથમ વખત નથી કે, જ્યારે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયની છોકરીનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. પાકિસ્તાનની વસ્તીના 1.65% હિંદુ સમુદાય છે.

ધ ફ્રાઈડે ટાઈમ્સની રિપોર્ટ મુજબ, 18 વર્ષની હિંદુ છોકરી પુજો ઓડને સુક્કુના રોહીમાં કથિત રીતે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે અન્ય એક મીડિયા રિપોર્ટ મુજબ એવું માનવામાં આવે છે કે આરોપીનો પ્રતિકાર કરવા બદલ છોકરીને રસ્તાની વચ્ચે ગોળી મારી દેવામાં આવી હતી.

રિપોર્ટ મુજબ, દર વર્ષે લઘુમતી સમુદાયની ઘણી છોકરીઓનું ધાર્મિક કટ્ટરપંથીઓ દ્વારા અપહરણ કરવામાં આવે છે અને તેમનું ધર્માંતરણ કરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે સિંધમાં રહેતા હિન્દુઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં અલ્પસંખ્યક સમુદાયો લાંબા સમયથી બળજબરીથી લગ્ન અને ધર્મ પરિવર્તનની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પીપલ્સ કમિશન ફોર માઈનોરિટી રાઈટ્સ અને ટા સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ અનુસાર, 2013 અને 2019 વચ્ચે બળજબરીથી ધર્માંતરણના 156 કેસ નોંધાયા હતા.

વર્ષ 2019માં સિંધ સરકારે બળજબરીથી ધર્માંતરણ અને લગ્નો સામે કાયદો ઘડવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં તે દરમિયાન ઘણા ધાર્મિક વિરોધીઓએ બિલનો વિરોધ કર્યો હતો. તેણે દલીલ કરી હતી કે, છોકરીઓને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવી રહ્યું નથી, પરંતુ મુસ્લિમ પુરુષોના પ્રેમમાં પડ્યા બાદ તે આવી કરી રહી છે.O