PM મોદીની 10 લાખ સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આગામી દોઢ વર્ષમાં 10 લાખ સરકારી ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારના વિવિધ વિભાગો સાથે બેઠક કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી સરકાર મિશન મોડમાં 10 લાખ સરકારી ભરતી કરશે. વિવિધ વિભાગોમાં માનવ સંસાધનની સમીક્ષા બાદ નિર્ણય લેવામાં આવશે. PMOએ ટ્વિટ કરી સરકારી ભરતી અંગે જાહેરાત કરી છે.

વડાપ્રધાન મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોની સમીક્ષા કરી હતી. પીએમે માનવ સંસાધન સ્થિતિની સમીક્ષા કરી મિશન મોડમાં દોઢ વર્ષમાં 10 લાખની ભરતી કરવાનો નિર્દેશ આપ્યો છે. પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકૃત ટ્વિટર હેન્ડલથી કરાયેલી ટ્વિટમાં જણાવાયું છે કે તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી અને નિર્દેશ આપ્યા કે સરકાર દ્વારા આગમી 1.5 વર્ષમાં મિશન મોડમાં 10 લાખ લોકોની ભરતી કરવામાં આવે. અત્રે જણાવવાનું કે બેરોજગારીના મુદ્દે મોદી સરકાર પર વિપક્ષ સતત આકરા પ્રહાર કરી રહ્યો છે.

કેન્દ્ર સરકાર આજથી સેનામાં એક નવી વ્યવસ્થા લૉન્ચ કરવા જઈ રહી છે. સરકાર ‘ટૂર ઓફ ડ્યુટી’ સિસ્ટમની જાહેરાત કરશે. જેને ‘અગ્નિપથ’ નામ આપવામાં આવ્યું છે.