વિશ્વ પ્રસિદ્ધ શ્રાવણી મેળાના બે દિવસ પહેલા PM નરેન્દ્ર મોદી ઝારખંડને મોટી ભેટ આપવા માટે આજે દેવઘર આવી રહ્યા છે. તેઓ આજે બપોરે દેવભૂમિ પહોંચશે. તેઓ દ્વાદશ જ્યોતિર્લિંગ બૈદ્યનાથધામના વિકાસને લગતી યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. યોજનાઓની કુલ અંદાજિત કિંમત લગભગ 16,835 કરોડ છે. જેમાં દેવઘર અને રાજધાની રાંચીને લગતી યોજનાઓ પણ સામેલ છે.

શેડ્યૂલ અનુસાર, આજે પીએમ વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા સીધા દેવઘર એરપોર્ટ પહોંચશે. જ્યાં પ્રથમ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. એરપોર્ટ પરથી જ પીએમ દેવઘર AIIMSના નવા 250 બેડનું ઓનલાઈન ઉદ્ઘાટન કરશે, ત્યારબાદ તેઓ સીધા બાબા બૈદ્યનાથ ધામ મંદિર જવા રવાના થશે. બાબા મંદિરમાં પ્રાર્થના કર્યા બાદ પીએમ દેવઘર કોલેજ ખાતે સભા સ્થળ માટે રવાના થશે. ત્યાં વડાપ્રધાનનો કાર્યક્રમ લગભગ એક કલાકનો રહેશે.

પીએમ મોદી તેમની એક દિવસીય મુલાકાતમાં 6,565 કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ કરશે. જેમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના 8 પ્રોજેક્ટ, રેલવેના ત્રણ પ્રોજેક્ટ, પેટ્રોલિયમ અને નેચરલ ગેસનો એક પ્રોજેક્ટ સામેલ છે. આ સાથે પીએમ 10,270 કરોડની અનેક યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે.