8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2022 ની ઉજવણી માટે મૈસૂરના મૈસૂર પેલેસ ગ્રાઉન્ડને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. કર્ણાટક સરકાર અને આયુષ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મૈસૂરમાં યોગ દિવસનું નેતૃત્વ કરશે. કાર્યક્રમમાં આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ, કર્ણાટકના રાજ્યપાલ, મુખ્યમંત્રી, અનેક મંત્રીઓ, અધિકારીઓ સહિત 15 હજાર લોકો સાક્ષી બનશે. ‘માનવતા માટે યોગ’ થીમ પર આધારિત યોગ દિવસની તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં છે. યોગ કર્યા બાદ વડાપ્રધાન લોકોને સંબોધિત કરશે. તેઓ ગાઉન્ડમાં યોગ ડિજિટલ એક્ઝિબિશન અને આયુષની સિસ્ટમ્સ પર આધારિત સ્ટેટિક એક્ઝિબિશનનું પણ ઉદ્ઘાટન કરશે. આ વખતે ગાર્ડિયન રીંગ આકર્ષણનું કેન્દ્ર બનશે. જયારે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દેશના ખૂણેખૂણે 75 પ્રતિષ્ઠિત સ્થળોએ યોગ યોજાશે, જેનું નેતૃત્વ કેબિનેટ મંત્રી કરશે.

મૈસૂર ગ્રાઉન્ડ પેલેસ ખાતે યોગ કાર્યક્રમ ઉપરાંત ગાર્ડિયન રીંગ કે જે રિલે યોગ સ્ટ્રીમિંગ ઈવેન્ટ છે તે આકર્ષણનું કેન્દ્ર બનશે. તે સાથોસાથ વિદેશમાં ભારતીય મિશન દ્વારા આયોજિત IDY ઇવેન્ટ્સની ડિજિટલ ફીડને પણ કેપ્ચર કરશે. તે ફિજીમાં ઉગતા સૂર્યના સમય અનુસાર સવારે 6 વાગ્યે શરૂ થશે. તે સાન ફ્રાન્સિસ્કોમાં સમાપ્ત થશે. રિલે ઈવેન્ટમાં લગભગ 80 દેશો ભાગ લેશે.

મૈસુર દશારા ગ્રાઉન્ડ ખાતે ડિજિટલ પ્રદર્શન દ્વારા વર્ચ્યુઅલ રિયાલિટી (VR) જેવી નવીનતમ તકનીક દ્વારા યોગનો ઇતિહાસ, જ્ઞાન અને ફાયદાઓ પ્રદર્શિત કરવામાં આવશે. પ્રદર્શનમાં એક સ્ટોલ છે જ્યાં લોકો ઓળખ કનેક્ટ ટેકનિક દ્વારા યોગની મુદ્રાને યોગ્ય રીતે જાણી શકશે. ‘હીલ ઈન ઈન્ડિયા એન્ડ હીલ બાય ઈન્ડિયા’ વોલ પણ યોગમાં કારકિર્દીની તકો, તાલીમ, સંસ્થાઓ અને યોગમાં સંશોધન અને રોગ નિવારણમાં તેની અસરકારકતા દર્શાવવા માટે તૈયાર કરવામાં આવી છે. સ્ટેટિક એક્ઝિબિશનની સાથે અહીં સ્ટાર્ટઅપ્સના કેટલાય સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે. પ્રદર્શન દ્વારા લોકોને યોગ કેવી રીતે લાભદાયી છે અને તેમને મનોવૈજ્ઞાનિક પરીક્ષણોમાંથી પસાર થવા માટે કેવી રીતે સક્ષમ બનાવવું, જે તેમના માટે યોગનો પ્રકાર સૂચવી શકે છે, BMI અને તમે કઈ શ્રેણીમાં આવો છો તે માટે સેન્સર પણ મૂકવામાં આવ્યા છે, તેના આધારે, વિવિધ પ્રકારના યોગ સૂચવવામાં આવશે.