આજથી મોંઘવારી માં આકરો વધારો થશે. છાશ અને લસ્સીમાં રૂપિયા 1 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. દહીં માં રૂપિયા 3 નો ભાવવધારો કરવામાં આવ્યો છે. જે દહીં, છાસ પર GST નો ઇફેક્ટ જોવા મળી રહ્યો છે. રાજકોટ સહકારી ડેરી ના દૂધ ઉત્પાદનો આજથી મોંધા થશે. હાલ 500ml છાસ રૂપિયા 10 છે તેનો ભાવ 11 રૂપિયા થશે. લસ્સી પેકનો ભાવ રૂપિયા 15 છે તે 16 રૂપિયા થશે. દહીં પ્રતિ કિલોના ભાવ 64 રૂપિયા છે, તે હવે 67 રૂપિયા થશે.

આ વસ્તુઓમાં લોટ, પનીર અને દહીં વગેરે જેવા પ્રી-પેકેજ ફૂડ લેબલવાળી ખાદ્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. આ સિવાય હોસ્પિટલ (Hospital)ના રૂમના ભાડા પર પણ વધુ પૈસા ખર્ચવામાં આવશે. જો કે તેની મર્યાદા 5,000 રૂપિયા છે. જો હોસ્પિટલના રૂમનો ચાર્જ એક દિવસમાં 5,000 રૂપિયાથી વધુ હોય તો તેના પરનો ચાર્જ વધી જશે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલે ગયા અઠવાડિયે તેની બેઠકમાં, તૈયાર અથવા પેકેજ્ડ અને લેબલવાળી (ફ્રોઝન સિવાય) માછલી, દહીં, પનીર, લસ્સી, મધ, ડ્રાય મખાના, સૂકા સોયાબીન, વટાણા જેવા ઉત્પાદનોને મંજૂરી આપી છે. ઘઉં અને અન્ય. અનાજ અને ચોખા પર 5% GST વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટેક્સ રેટમાં ફેરફાર 18 જુલાઈથી અમલમાં મુકવામાં આવ્યો છે.

18 જુલાઈ, 2022 થી વધશે તેવી વસ્તુઓના ભાવ

દહીં, લસ્સી, છાશ, પનીર, ગોળ, કુદરતી મધ, ખાંડસારી ખાંડ, મુરી, ચૂડા, ખોયા, મુરકી, ચોખા, ઘઉં, રાય, જવ, ઓટ્સ, ઘઉં અને મેસ્લિન લોટ પર 5% GST ભરવો પડશે. જયારે, નાળિયેર પાણી, સોલાર વોટર હીટર અને સિસ્ટમ્સ, ચામડા, તમામ પ્રકારના પ્રિન્ટેડ નકશા અને ચાર્ટ્સ અને હોટેલ રૂમના 1000 રૂપિયા પ્રતિ દિવસના ચાર્જમાં 12 ટકાનો વધારો થશે.