પેગમ્બર મોહમ્મદ વિશેની કથિત ટિપ્પણી બદલ ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માની ધરપકડને લઈને દિલ્હીમાં જામા મસ્જિદની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શુક્રવારની નમાજ બાદ જામા મસ્જિદની બહાર લોકોએ નુપુર શર્મા અને અન્યની ધરપકડની માંગ કરી હતી.

આ દરમિયાન જામા મસ્જિદની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ દરમિયાન જુમાની નમાજ બાદ લોકોએ નુપુર શર્મા અને નવીન જિંદાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમ છતાં પોલીસનું કહેવું છે કે, હાલ સ્થિતિ કાબુમાં રહેલી છે.

જામા મસ્જિદના શાહી ઈમામે જણાવ્યું છે કે, અમને ખબર નથી કે વિરોધ કરનારા કોણ છે, મને લાગે છે કે તેઓ AIMIM અથવા ઓવૈસીના લોકો છે. અમે સ્પષ્ટ કરી દીધું છે કે, જો તેઓ વિરોધ કરવા માંગતા હોય તો કરી શકે છે, પરંતુ અમે તેમને સમર્થન નહીં આપીએ.

જ્યારે, દિલ્હી પોલીસનું કહેવું છે કે, લોકોએ જામા મસ્જિદમાં સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતા નુપુર શર્મા અને ભાજપના નેતા નવીન કુમાર જિંદાલના નિવેદનો પર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમે ત્યાંથી તે લોકોને દૂર કરી દીધા છે. સ્થિતિ હવે નિયંત્રણમાં છે.

માત્ર જિંદાલ જ નહીં, નૂપુર શર્મા પણ પેગમ્બર પર નિવેદનોને લઈને પોલીસના સકંજામાં આવી ગઈ છે. મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિમંડળે થાણે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં શર્મા વિરુદ્ધ પેગમ્બર  પરની કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બદલ કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે. નૂપુર શર્માને 22 જૂને તપાસ અધિકારી તરીકે તેનું નિવેદન નોંધવા માટે થાણેમાં મુંબ્રા પોલીસ દ્વારા પહેલાથી જ સમન્સ મોકલવામાં આવ્યું છે. ઉપરાંત, મુંબઈની પાયધુની પોલીસે 28 મેના રોજ ભાજપના પૂર્વ પ્રવક્તા વિરુદ્ધ તેમની ટિપ્પણી માટે FIR દાખલ કરી છે.