દેશમાં ગુરુવારે કોરોનાના દર્દીઓમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. 130 દિવસ બાદ છેલ્લા 24 કલાકમાં 18,819 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 39 દર્દીઓના મોત નીપજ્યા છે. તેની સાથે બુધવારની સરખામણીમાં 4312 વધુ નવા કેસ સામે આવ્યા છે. તેના લીધે કોરોનાને ફરી ભારતમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે.

નવા સંક્રમિતોની સંખ્યામાં ભારે વધારા સાથે દેશમાં સક્રિય કેસ વધીને 1,04,555 થઈ ગયા છે અને દૈનિક ચેપનો દર વધીને 4.16 ટકા પહોંચી ગયો છે. ગુરુવારે મળી આવેલા નવા કેસ સાથે દેશમાં કુલ સંક્રમીતોની સંખ્યા વધીને 4,34,52,164 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 4953 નો વધારો થયો છે. દેશમાં સક્રિય કેસ 122 દિવસ પછી 1 લાખને પાર થઈ ગયા છે.

બુધવારે 14,506 નવા કેસ સામે આવ્યા હતા. આ મંગળવારની સરખામણીમાં લગભગ 25 ટકા વધુ હતા. બુધવારે 30 દર્દીઓના મૃત્યુ થયા હતા જ્યારે ગુરુવારે છેલ્લા 24 કલાકમાં 39 મૃત્યુ થયા અને કુલ મૃત્યુ વધીને 525116 થઈ ગયા છે. કુલ કેસોમાં સક્રિય કેસની સંખ્યા 0.24 ટકા છે. જ્યારે કોરોનામાંથી સાજા થવાનો દર 98.55 ટકા છે અને મૃત્યુ દર 1.21 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,28,22,493 કોરોનામાંથી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 197.61 કરોડ કેસ નોંધાઈ ચુક્યા છે.