તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર સંસદભવનમાં પડી જવાથી ઈજાગ્રસ્ત થયા હતા. સાંસદ શશિ થરૂરે ટ્વિટર પર જણાવ્યું હતું કે, તેમણે સત્તાવાર કાર્યક્રમો રદ કર્યા છે અને હવે તેમની સારવાર ચાલી રહી છે. થરૂરે એમ પણ કહ્યું હતું કે, સંસદમાં ઉતરતી વખતે તેઓ લપસી ગયા હતા અને પડતી વખતે તેમના પગમાં મચકોડ આવી ગઈ હતી.

સાંસદે ટ્વિટર પર લખ્યું કે, “ગઈકાલે સંસદમાં સીડી પરથી ઉતરતી વખતે હું લપસી ગયો અને મારો પગ મચકોડાઈ ગયો હતો. થોડા કલાકો સુધી કોઈ ફરક ન પડ્યો, પરંતુ પછી દુખાવો વધી ગયો અને મારે હોસ્પિટલ જવું પડ્યું હતું. અત્યારે હોસ્પિટલમાં છે.” આજે સંસદ આવી શક્યો નહીં. આ સાથે વિધાનસભા ક્ષેત્રમાં અગાઉના નિર્ધારિત કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે.”

તમને જણાવી દઈએ કે, સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને શશિ થરૂર પણ સત્રમાં ભાગ લેવા માટે દિલ્હીમાં હાજર છે. થરૂરે તવાંગના મામલામાં પણ સરકાર પર નિશાન સાધ્યું હતું. થરૂરે બુધવારે કહ્યું હતું કે, અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની અથડામણમાં સરકારે ‘ટૂંકું નિવેદન’ આપ્યું હતું અને તેની સાથે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી, જે લોકતાંત્રિક બાબત નથી.