મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂના ચોંકાવનારા આંકડા, 40 વર્ષથી વધુ ઉંમરના 80 ટકા લોકોના મોત

મહારાષ્ટ્રમાં આ વર્ષે સ્વાઈન ફ્લૂથી 80 ટકા મૃત્યુ એ લોકોના કારણે થયો છે જે લોકોની ઉમર 40 વર્ષથી વધુ હતી. સ્વાઈન ફ્લૂના કારણે થયેલા 108 મૃત્યુ પર કરાયેલા વિશ્લેષણમાં સૌથી વધુ એવા લોકો હતા જેમને ડાયાબિટીસ અને હાઈપરટેન્શન ની ફરિયાદ હતી. જેમાં 52 ટકા મૃત્યુ શહેરી વિસ્તારમાં થયા છે.
કોરોના બાદ મહારાષ્ટ્રમાં પણ આ વર્ષે સ્વાઈન ફ્લૂનો કહેર જોવા મળ્યો છે. આ વર્ષે રાજ્યમાં સ્વાઈન ફ્લૂના 2337 કેસ નોંધાયા છે. વર્ષ 2021 માં, 387 થી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2020 માં, 121 કેસ નોંધાયા હતા. આ બે વર્ષમાં માત્ર 5 લોકોના મોત થયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, રાજ્યના તાજેતરના વિશ્લેષણ દર્શાવે છે કે, આ રોગ વૃદ્ધ લોકો અને સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત લોકોમાં વધુ જોવા મળે છે.
સ્વાઈન ફ્લૂથી પુરુષો ના મોત વધુ
આ સિવાય 108 લોકોના મોત થયા છે તેમાં 72 પુરુષો અને 36 મહિલાઓનો સમાવેશ થાય છે. તેની સાથે જ સૌથી વધુ 41 થી 50 વર્ષની વયના લોકોના મોત થયા છે, જેનો આંકડો 26 છે. તો 50 ટકા એવા લોકોના મૃત્યુ થયા હતા જેમની ઉંમર 51 વર્ષથી વધુ હતી. આ વિશ્લેષણ મુજબ, 2 બાળકો પણ સામેલ છે જેમની ઉંમર 10 વર્ષથી ઓછી હતી.