બંથરાના બની મોહન માર્ગ પર ગઈ કાલ રાત્રીના પીકઅપ અને ટેન્કરની ટક્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી મળતા પોલીસ પહોંચી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. તેની સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. તમામ મૃતકો હરદોઈના રહેવાસી છે.

ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ બંથરા અજય પ્રતાપ સિંહના જણાવ્યા અનુસાર, રાત્રીના લગભગ બે વાગ્યાની આજુબાજુ બની મોહન રોડ પર લતીફ નગર પાસે કિરણ મોટર્સની સામે પીકઅપ અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં છ લોકોના મોત નીપજ્યા છે. જેમાં હરદોઈના અત્રૌલીના રહેવાસી શૈલેન્દ્ર, રામ આધાર, પુરુષોત્તમ, સંભાર, રાહુલ અને જયકરણ સામેલ છે. જયારે અકસ્માતમાં છ લોકો ઈજાગ્રસ્ત થયા છે તેના માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મોડી રાત્રીના લતીફ નગર પાસે અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. આસપાસના ગ્રામજનો જાગી જતાં તેઓ હાઇવે તરફ દોડી આવ્યા હતા. ત્યાં ટેન્કર અને પીકઅપ વચ્ચે ટક્કર થઈ હોવાનું જોવા મળ્યું હતું. પીકઅપ અને ટેન્કરમાં ડઝનેક લોકો ફસાયા હતા. લોકોની ચીસો સંભળાઈ રહી હતી. જેમ તેમ રીતે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.