ભારતમાં કોરોના સંક્રમણનો કહેર હજુ સમાપ્ત થયો નથી. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 937 નવા કેસ નોંધાયા છે અને 7 સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4 કરોડ 46 લાખ 61 હજાર 516 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં એક હજારથી વધુ લોકો સાજા પણ થયા છે. આ સાથે, કોરોના સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 14 હજાર 515 થઈ ગઈ છે.

કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 5 લાખ 30 હજાર 509 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કુલ નવ મૃત્યુમાં કેરળના સાત લોકોનો પણ સમાવેશ થાય છે, જેમના નામ સંક્રમણના લીધે મોતના આંકડાને ફરી ઉમેરતા વેશ્વિક મહામારીથી જીવ ગુમાવનાર દર્દીઓની યાદીમાં ઉમેરાઈ ગયા છે.

દેશમાં અત્યાર સુધીમાં લગભગ 220 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 23 હજાર 160 લોકોએ કોરોના સામે રક્ષણ માટે રસી લીધી છે. એવામાં એક વાત તો સ્પષ્ટ છે કે, કોરોનાનો કહેર ઓછો થયો છે.